shree-nathji-kalavad_com

ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

By ysm_connect

ઘટમાં ગિરધારી ને મનમાં મોરારી
રૂદિયે વસે રે કાન પ્યારો વલ્લભ પ્રભુ છેટો નથી રે
ઘટમાં ગિરિધારીને મનમાં મોરારી

મનમાં ગોકુલીયને મનમાં વનરાવન
મનમાં યમુનાજીનો આરો વલ્લભ પ્રભુ છેટો નથી રે
ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

લીપ્યું ધુપ્યું રે મારા અંતરનું આંગણું
આંગણીયે તુલસીનો ક્યારો વલ્લભ પ્રભુ છેટો નથી રે
ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

શ્યામ સલોણો મારા નેણોમા રહેતો
રજ રજમા વસનારો વલ્લભ પ્રભુ છેટો નથી રે
ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

શ્રીનાથજી ના અન્ય ભજન
મારા ઘટ માં બિરાજતા શ્રીનાથજી
હવેલી બંધાવી દઉં શ્રીજી
અમી ભરેલી નજરું રાખો
દર્શન દ્યો મા શ્રીયમુનાજી
આવો શ્રીવલ્લભ આવો શ્રીવિઠ્ઠલ
અમે રે સૂકું રૂનું પૂમડું

You may also like