ચાલો ને રમીએ ઘીસી પીસી
લે શીંગની ચીકી, લે દાળિયાની ચીકી…(૨)
ચાલો ને ૨મીએ ઘીસી પીસી, ઘીસી પીસી
લીલો છે તારો દોર, ખિસ્સામાં છે મારાં બોર,
દોરી આ બાજુથી ખેંચ, દોરી પેલી બાજુથી ખેંચ,
ચાલો ને રમીએ ઘીસી પીસી…(૨)
લે તલની ચીકી લે દાળિયાની ચીકી
ચાલો ને રમીએ ઘીસી પીસી…
તેં તો લચ્છો કીધો મેં, તો ફીંડલો કીધો,
તેં તો ઉપરથી ખેંચી, દોરી નીચેથી ખેંચ,
ચાલો ને ૨મીએ ઘીસી પીસી…(૨)
લે મમરાના લાડુ, લે ધાણીના લાડુ,
ચાલો ને રમીએ ઘીસી પીસી…(૨)
લીલો પતંગ છે, મારો પીળો પતંગ છે,
તારો લીલો પતંગ છે, મારો પીળો પતંગ છે,
એ પતંગનો ન આવે વારો,
ને ફીરકી પકડાવે આખો દહાડો,
એ તું ધીરેધીરેથી ખેંચ .. એ તું ઝડપથી ખેંચ,
ચાલો ને રમીએ ઘીસી પીસી…(૨)
– ધ્રુપદ પરીખ