અમારા વિશે
કહેવાય છે કે જેને પોતાનો ભૂતકાળ નથી જાણ્યો એણે બીજું તો શું જાણ્યું હશે?
આજના ઝડપી યુગમાં આપણે ઘણું બધું મેળવીએ છીએ, પણ આપણે આપણો ભૂતકાળ જ ભૂલી ગયા છીએ. અમે અલક મલકની વાતો દ્વારા આપણા ભૂતકાળની થોડી ઝલક તમારા સમક્ષ દર્શાવીએ છીએ. જ્યાં ગુજરાતના ખૂણે ખૂણે ગુંજતો ગૌરવવંતો ઇતિહાસ, પરાક્રમી ઘટનાઓ, અવનવી વસ્તુઓ અને અજોડ સાહિત્યકલાના પાત્રો આજે પણ સૌના દિલ-દિમાગમાં રહે છે તેવા ભવ્ય ભૂતકાળને આપણા સમક્ષ જીવંત કરવાનો નાનકડો પ્રયાસ રજુ કરીએ છીએ.