Site icon Kalavad.com

દ્વાદશા જ્યોતિર્લિંગ મહિમા

Mahadev | Jyotirlinga-જ્યોતિર્લિંગ

Mahadev | Jyotirlinga

ભગવાન શિવજીના ૧૨ જ્યોતિલિંગોનો મહિમા ખરેખરમાં એવો જ અદ્ભુત છે કે જેવું એમનું સ્વરૂપ. શંકર, શિવ શંકર, મહેશ, ભગવાન મહાદેવ વગેરે કેટલાય નામોથી પૂજવામાં આવેલા ભગવાન શિવના ૧૨ શિવ સ્થાન આ રીતે વર્ણિત છે :

સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ્ ।
ઉજ્જયિન્યાં મહાકાલોંકારમમલેશ્વરમ્ ॥

પરહ્યાં વૈજનાથં ચ ડાકિન્યાં ભીમાશંકરમ્ ।
સેતુબંધે તુ રામેશં, નાગેશ દારૂકાવને ॥

વારાણસ્યાં તે વિશ્વશં ત્ર્યંબકે ગૌતમી તટે ।
હિમાલયે તુ કેદારં, ઘૃષ્ણેશ ચ શિવાલયે ॥

એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાતઃ પઠેન્નરઃ ।
સપ્ત જન્મ કૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ ॥

એમ તો પૃથ્વી પર મોજુદ લિંગ અસંખ્ય છે તો પણ પ્રમુખ જ્યોતિર્લિંગ બાર અથવા દ્વાદશ છે. સૌરાષ્ટ્રમાં સોમનાથ, શ્રીશૈલમાં મલ્લિકાર્જુન, ઉજજૈનમાં મહાકાળ, વિધ્ય પ્રદેશમાં ઓમકારેશ્વર, હિમાલયમાં કેદાર, ડાકિનીમાં ભીમાશંકર, વારાણસીમાં વિશ્વેષ, ગોમતીના કાંઠા પર ત્ર્યમ્બક, ચિંતાભૂમિમાં વૈદ્યનાથ, અયોધ્યાના દારૂક વનમાં નાગેશ, સેતુબંધમાં રામેશ અને દેવ સરોવરમાં શમેશ.

પરોઢિયે ઉઠીને આ ૧૨ જ્યોતિર્લિંગોનું સ્મરણ પઠન કરવાથી જન્મ-મરણના ચક્રથી મુક્તિ મળી જાય છે. આ લિંગોની પૂજાથી બધી જ જાતિઓના લોકોની માનતાઓ પુરી થાય છે અને એમનાં દુઃખો દૂર થાય ચે. આ લિંગો પર ચઢાવેલા પ્રસાદને ખાવાથી બધા પાપ, કમનસીબ એક જ ક્ષણે ભસ્મ થઈ જાય છે.

આ શંભુ-શંકર જ્યોતિર્મય શિવ સ્થાનોનાં દર્શન આ રીતે થાય છે. દરિયા કાંઠે બે, હિમાલય અને બીજા પહાડો પર ચાર, નદી કાંઠે ત્રણ અને મેદાની પ્રદેશોમાં ત્રણ મળીને ૧૨ જ્યોતિર્લિંગ આખા ભારતમાં ફેલાયેલા છે.

મહાદેવ હર.

Exit mobile version