somnath-jyotirlinga

સોમનાથ જ્યોતિર્લિંગ

By ysm_connect


સૌરાષ્ટ્ર દેશે વિશદેડતિરમ્ય, જ્યોતિમય ચંદ્રકલાસતસમ્ |
ભક્તિપ્રદાવાય કપાવતીણ સોમનાથ શરણે પ્રપદ્યતે ||

સોમનાથ જ્યોતિર્લિંગ એ બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. સોમનાથને આદ્ય જ્યોતિર્લિંગ મનાય છે અને ભગવાન શિવને સમર્પિત સૌથી પવિત્ર મંદિરોમાંનું એક માનવામાં આવે છે. તે ભારતના ગુજરાત રાજ્યમાં વેરાવળ નજીક પ્રભાસ પાટણમાં આવેલું છે. સોમનાથ મંદિરની વર્તમાન રચના ચાલુક્ય શૈલીમાં બાંધવામાં આવેલ સ્થાપત્યનો એક ભવ્ય નમૂનો છે. તે અરબી સમુદ્રના કિનારે આવેલું છે, જે એક આકર્ષક દૃશ્ય પ્રદાન કરે છે. મંદિર સંકુલમાં મુખ્ય ગર્ભગૃહ છે, જે ગર્ભગૃહ તરીકે ઓળખાય છે, જે ભગવાન શિવના જ્યોતિર્લિંગને સમાવે છે.

સ્વયંભૂ દેવસ્થાન હોવાના કારણે લાખો ભક્તો અહીંયાં આવીને પવિત્ર મન અને શુદ્ધ બુદ્ધિ મેળવે છે. પ્રભાસ સોમનાથના આ શિવ તીર્થ, અગ્નિ તીર્થ અને સૂર્ય તીર્થના પહેલાં સાધક ચંદ્ર હતાં. એમના જ વડે ભગવાન શિવ શંકરના આદ્ય જ્યોતિર્લિંગની સ્થાપના અને પૂજા અર્ચના કરવામાં આવી હતી.

પૌરાણિક મૂળ:

સોમનાથ નો ઇતિહાસ ઘણો જૂનો પુરાણો છે. સમય પ્રમાણે તેનો ઇતિહાસ ને આવરી લેવામાં આવ્યો છે. જેમ કે સ્કંદ પુરાણ ખંડમાં એવું જોવા મળે છે કે..

ચંદ્રદેવે બ્રમ્હા પુત્ર રાજા દક્ષની ૨૭ દીકરીઓ સાથે લગ્ન કર્યા પણ ફક્ત એક રોહિણી પ્રત્યે એમણે પ્રેમ, અને વાસના બતાવી જે થી બાકીની ૨૬ દીકરીઓ પોતાને અપમાનિત સમજવા લાગી. એમણે પોતાના પતિથી દુ:ખી થઇ પોતાના પિતાને આ વિશે કહ્યું. ત્યારે દીકરીઓના દુઃખને જાણીને દક્ષએ પોતાના જમાઈ ચંદ્રદેવને બે વખત સમજાવવાની કોશિશ કરી પણ કંઇ ન વળ્યું. આથી એમણે ચંદ્રદેવને ક્ષયી’ થવાનો શ્રાપ આપી દીધો.

શ્રાર્પની વાત સાંભળતા દેવતાઓ ચંદ્રદેવના દુઃખથી ગભરાઇને બ્રહ્માજી પાસે ગયા અને શ્રાર્પથી મુક્ત થવાનો રસ્તો પૂછ્યો. ત્યારે બ્રાહ્માજીએ પ્રભાસમાં મહામૃત્યુંજયથી વૃષ્ણભધ્વજ શંકરની ભક્તિ કરવાની એક માત્ર ઉપાય બતાવ્યો. ચંદ્રદેવે ૬ મહિના સુધી પૂજા કરી.

એવું કહેવાય છે કે ભગવાન શિવ આ સ્થળે જ્યોતિર્લિંગ (પ્રકાશના સ્તંભ) તરીકે પ્રગટ થયા હતા અને એમણે ચંદ્રદેવને એક પક્ષમાં દરરોજ એની એક-એક કા ઘટવાનો અને બીજા પક્ષમાં વધવાનો વર આપ્યો. આ સાંભળતા દેવતાઓની ખુશીનો પાયે નોહ્તો.એ જગાનો મહિમા વધારવા અને ચંદ્રદેવના જશ માટે સોમેશ્વર નામથી ભગવાન શિવજી ત્યાં અવસ્થિત થઈ ગયા. ત્યાર બાદ તે જગ્યા પર સોમેશ્વર કુંડની સ્થાપના કરી. આ કુંડમાં સ્નાન કરી સોમેશ્વર જ્યોતિર્લિંગના દર્શન પૂજાથી બધા પાપોથી મુક્તિ મળ જાય છે.

સોમેશ્વરથી સોમ. ચંદ્રદેવની ઓળખનું નામ બન્યું એટલે આ જ્યોતિર્લિંગ સોમનાથના નામથી જાણીતું થયું. એટલે આ પવિત્ર જગ્યાને ‘પ્રભાસ પટ્ટણ’ના ના નામે પણ ઓળખાય આવે છે.

વિદત્તીઓ પ્રમાણે આ મંદિરનો ગ્રભ ૨૦૦ મણ સોનાથી બનેલો હતો અને મંદિરના પદ થાંભલા હીરા, મણી, રત્ન વગેરે બહુમૂલ્ય પત્થરોથી જડિત હતા. ગર્ભગૃહમાં રત્નદીપાના ઝગમગાટ દિવસ-રાત રહતો અને કન્નાજી અત્રથી નંદાદીપ હંમેશ સળગતું રહેતું, ભંડાર ગૃહમાં અગણિત દ્રવ્ય મૂકેલું હતું.

ભગવાનની પુજા-અભિષેક માટે હરિદ્વાર, પ્રયાગ અને કાશીથી ગંગાજળ દરરોજ લાવવામાં આવતું. કાશ્મીરથી ફૂલ આવતા હતા. રોજની પુખ્ત અર્ચના માટે ૧,૦૦૦ બ્રાહ્મણ નીમવામાં આવ્યા હતા. મંદિરના દરબારમાં નાચવા-ગાવા માટે લગભગ ૩૫૦ નૃત્યાંગનાઓ રાખવામાં આવી હતી.

આ ધાર્મિક સંસ્થાના નામે ૧૦,૦૦૦ ગામોની જાગીર પણ હતી જેની આવકથી મંદિરનો ખર્ચ વગેરે કામો ચાલતા હતા. ભક્તો વડે આપવામાં આવતા કરોડો રૂપિયાનો ચઢાવો મંદિરના ભંડારને ભરેલો રાખતો હતો. સાથે-સાથે વિદેશી વેપારીઓ પણ પોતાના લાભમાંથી થોડોક ભાગ આ પવિત્ર મંદિરમાં આપતા હતા. ભંડારમાં આપીને પુણ્ય મેળવતા અને સાથે-સાથે ભંડારની મિલ્કતમાં પણ વધારો કરતા.

મંદિરનું પુનઃનિર્માણ

સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર એક સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. એવું માનવામાં આવે છે કે તે મૂળ ચંદ્ર ભગવાન (ચંદ્ર) દ્વારા સોનામાં બાંધવામાં આવ્યું હતું, ત્યારબાદ ભગવાન રામ દ્વારા ચાંદીમાં અને બાદમાં સોલંકી વંશના રાજા ભીમદેવ દ્વારા પથ્થરમાં બનાવવામાં આવ્યું હતું. મંદિર સદીઓથી વિવિધ આક્રમણો અને વિનાશનું સાક્ષી રહ્યું છે પરંતુ દરેક વખતે તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે.

પહેલો હુમલો ઇ.સં ૭૨૨ માં મુસ્લિમ સિંધના સુબેદાર જૂનામદ વડે કરવામાં આવ્યો હતો. શ્રી સોમનાથના આ વૈભવ સંપન્ન પવિત્ર મંદિરમાં મુસ્લિમોએ અનેક વાર હુમલા કરી અગણિત ખજાનો લૂંટયો હતો.

સૌથી નોંધપાત્ર વિનાશ મહમૂદ ગજનવીએ ઇ.સં ૧૦૨૫ ૧૧ મે શુક્રવારએ ચુંબકીય ચમત્કારથી હવાની વચ્ચે રોકાયેલી સોમનાથની ભવ્ય મૂર્તિને સવારે ૬:૪૬ પર તોડી નાંખી. એ જ દિવસે એણે ૧૮ કરોડનો ખજાનો લૂંટયો અને પોતાના શહર ગજની (અફઘાનિસ્તાન) ચાલ્યો ગયો હતો.

ઔરંગઝેબે ઇ.સં ૧૭૦૧ માં સોમનાથના મંદિરને ભ્રષ્ટ કર્યું, તોડ્યું અને કેટલાંયની હત્યા કરી, ખજાનો લૂંટયો અને કેટલાંકને ગુલામ બનાવી દિલ્લી મોક્લી દીધા હતા.

ઇ.સં ૧૭૮૩ માં અલાઉદીન ખિલજીએ પોતાના સરદાર આલતાફ ખાનને સેનાની સાથે સોમનાથ મોક્લી મંદિર તોડી નંખાવ્યું હતા. આવા ઘણા અધર્મીઓ એ મંદિર નો નાશ કર્યો હતો.

પુનઃનિર્માણના પ્રયાસો:

વિદેશી આક્રમણકારો દ્વારા વિનાશ પછી, મંદિરનું પુનઃનિર્માણ અને પુનઃસ્થાપિત વિવિધ હિંદુ શાસકો દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા.
સોલંકી વંશના રાજા ભીમદેવ દ્વારા મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. તેણે પથ્થરનો ઉપયોગ કરીને મંદિરનું પુનઃનિર્માણ કર્યું, તેને સ્થાપત્યની અજાયબી બનાવી. તેમના શાસન દરમિયાન મંદિર સંકુલનો વિકાસ થયો અને તે એક મહત્વપૂર્ણ તીર્થ સ્થળ બની ગયું.

ચૌલુક્ય વંશના રાજા કુમારપાલ અને ચુડાસમા વંશના રાજા મહિપાલ દ્વારા નોંધપાત્ર પુનર્નિર્માણ હાથ ધરવામાં આવ્યું હતું.

શિવ ભક્ત સાધ્વી અહિલ્યા દેવી હોલકરે સોમનાથનું નવું મંદિર બનાવડાવ્યું હતું.

આધુનિક પુનઃનિર્માણ: સોમનાથ મંદિરની વર્તમાન રચના 1951માં(ભારતની આઝાદી પછી) સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહ મંત્રાલયના પ્રધાન લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના આશ્રય હેઠળ બનાવવામાં આવી હતી. પુનઃનિર્માણનો હેતુ મંદિરની ભવ્યતાને પુનર્જીવિત કરવાનો અને રાષ્ટ્રની સ્થિતિ સ્થાપકતા અને ભાવનાનું પ્રતીક છે. ભારતીય શિલ્પકલાના આ અજોડ નમૂનાએ આખા વિશ્વનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

તારીખ ૧૧ મે, શુક્રવાર ૧૬૫૧ ની સવારે ૬.૪૫ પર આ મંદિરમાં શ્રી સોમનાથ જ્યોતિર્લિંગની પ્રાણપ્રતિષ્ઠા તે વખતના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હાથે અને વેદમૂર્તિ તર્કતીર્થ લક્ષ્મણ શાસ્ત્રી જોષીજીના વેદોષથી ધામધૂમથી કરવામાં આવી હતી.

ભારતનું આ આદ્ય સોમનાથ જ્યોતિલિંગ અસંખ્ય ભક્તોની શ્રદાનું સ્થળ છે. લાખો યાત્રીઓની ગિરદી અહીંયાં હમેશ રહે છે. લોકોને કેટલાંય સિદ્ધ સત્પુરૂષોનો સત્સંગ મળે છે. દાનીઓની શ્રદ્ધાથી આવતા પૈસાથી શ્રી સોમનાથજીનો વૈભવ ફરી વધવા લાગ્યું છે. નાસ્તિક લોકોએ મંદિરને તહસ-નહસ કરી નાખ્યું હતું પણ ભારતનાં ધર્માવલંબિઓના શ્રદ્ધાભાવને કોઇ તોડી શક્યું નથી.

સોમનાથ મંદિર માત્ર ધાર્મિક કેન્દ્ર જ નથી પરંતુ રાષ્ટ્રીય ગૌરવ અને એકતાનું સાક્ષાત પ્રતીક પણ છે, કારણ કે તેનું પુનઃનિર્માણ અને પુનઃસંગ્રહ ઘણી વખત કરવામાં આવ્યું છે. તે ભારતના લોકોની નિષ્ઠા અને સ્થિતિસ્થાપકતાના સાક્ષી તરીકે ઊભું છે.

પૌરાણિક સ્થળો

શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ ની આજુ બાજુ માં ઘણા બધા મંદિર, સ્મારક અને જોવાલાયક સ્થળો આવેલા છે.

ભદ્રકાલી મંદિર: અહીંયાં ભદ્રકાલી મંદિર બહુ જ જૂનું છે. એના પ્રવેશ દ્વારની પાસે ડાબી બાજુએ દીવાલ પર ૪૧ કાવ્ય પંક્તિઓનો શિલાલેખ છે. એના પર રાજા કુમાર પાલે જે મંદિરો બંધાવેલા અને દાન-ધર્મ ક્યાં એ વિશે કોતરવામાં આવ્યું છે.

ભલ્લાંતક (ભાલૂકા) તીર્થ : ભગવાન શ્રી કૃષ્ણના જમણા પગના અંગૂઠા પર એક શિકારીનું બાણ લાગવાથી જમાં લોહી નીકળેલું એ જગ્યા છે. અહ્યા દેહોત્સર્ગ કરેલ. શ્રીકૃષ્ણ ભગવાનના પાર્થિવ દેહનો જ્યાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો એ જણા પર એમની ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ જગાએ હિરણ્ય નદી પર એક મોટો ઘાટ બાંધવામાં આવ્યો છે.

દ્વિત્ય મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ છે.

હર હર મહાદેવ

Leave a Comment

Your email address will not be published.

You may also like