કવિતા મોર બની થનગાટ કરે (ઝવેરચંદ મેઘાણી) June 19, 2021January 26, 2023 1750 1 મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. ઘનઘોર ઝરે ચહુ ઓર,મારું મન મોર બની થનગાટ કરે. બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે. મારું મન મોર બની થનગાટ કરે. ઘર ઘરર ઘરર મેઘઘટા...