આજ બાપુની પુણ્યભૂમિ પર ઉગ્યું સ્વર્ણ પ્રભાત જય ગુજરાત…. જય જય જય ગરવી ગુજરાત જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના તાતની સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, જય જય ગુજરાતની… ભક્ત સુદામા અને કૃષ્ણના મિત્રભાવ ભુલાય નહિં વૈષ્ણવજન...
કવિતા
ગુજરાતના શરૂઆતના શ્રેષ્ઠ સાહિત્યકારો માંના એક “અખો” જેમનું પૂરું નામ અખા રહિયાદાસ સોની, તેમને દુનિયાના આડંબરો અને હકીકતો લગભગ ૭૪૬ જેટલા છપ્પાના રૂપમાં લખેલ,આખાની કૃતિઓ જે આજે પણ યાદ કરીએ છીએ. અનેક જાણીતી આખાની કૃતિઓ છે. જેવી કે, અખોગીત અનુભવ બિંદુ ગુરુ શિષ્ય સંવાદ...
ગુજરાતીનાં ત્રણ મોટા સાહિત્યકારોમાં અખાની ગણના થાય છે. આજે પણ અમદાવાદની ખાડિયાની દેસાઇ પોળનું એક મકાન “અખાના ઓરડા” તરીકે ઓળખાય છે,જે આપણને ગુજરાતનાં આ બહુ શરૂઆતનાં સાહિત્યકારો માંનાં એકની યાદ અપાવે છે. જયારે અખાને યાદ કરીએ ત્યારે “અખાના છપ્પા” યાદ આવે છે. જીવનના શરૂઆતના...
“અખો”– અખા રહિયાદાસ સોની. અનેક જાણીતી અખાની પંક્તિઓ છે, જેમની અનેક પંક્તિનો આપણે વાતચીતમાં વાપરીએ છીએ. જે એક વાક્યમાં આપણે ઘણું બધું કહી જાય છે જે એકવાર માં સમજવું મુશ્કેલ પડે છે. અખાની પંક્તિઓ: એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પુંજે દેવ…. ભાષાને શું...
હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ. શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ. ભુજ અંજારની જાનું રે જૂતી જાય છે મુંબઇ શે’ર. કાસમ, તારી… દેશપરદેશી માનવી આવ્યાં,જાય છે મુંબઇ શે’ર. કાસમ, તારી… દશબજે તો ટિકટું લીધી જાય છે મુંબઇ શે’ર. કાસમ,...
યુદ્ધભૂમિમાંથી લાશનો ખડકલો આવે છે તેમાં એક લાશ હજુ કોઈએ ઓળખી નથી એટલે એમનેમ પડી છે. એ પણ કોઈ માતાનો લાડકવાયો છે એ વ્યથા આ કાવ્યનું સંવેદનકેન્દ્ર બને છે. રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે; ઘાયલ મરતાં મરતાં...
લાગ્યો કસુંબીનો રંગ રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ ! જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ.. બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ; ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ.. દુનિયાના...
મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. ઘનઘોર ઝરે ચહુ ઓર,મારું મન મોર બની થનગાટ કરે. બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે. મારું મન મોર બની થનગાટ કરે. ઘર ઘરર ઘરર મેઘઘટા...
(સમુદ્રતીરે રણસંગ્રામ પૂરો થયો છે, સાંજ નમે છે. એક યુવાન યોદ્ધો છેલ્લા શ્વાસ ખેંચી રહેલ છે અને એની પાસે જીવતો સાથી ઊભો છે. એને મરતો યુવાન છેલ્લા સંદેશા આપે છે.) સૂના સમંદરની પાળે, રે આઘા સમંદરની પાળે;ઘેરાતી રાતના છેલ્લા શ્વાસ ઘૂંટે છે એક...
રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી. ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠા વેણ, મારે ઘેર પધારો રાણા! રાખો મારું કહેણ. હાડચામડાં બહુ ચૂંથ્યાં, ચાખોજી મધ મીઠું, નોતરું દેવા ખોળું તમને, આજ મુખડું દીઠું! રીંછ જાય...