સુગરી અને વાંદરાની વાર્તા બાવળના ઝાડ પર સુગરી માળો બાંધી રહેતી હતી. માળો એવો કળાથી બાંધેલો કે ચોમાસામાં પાણીનું ટીપુંયે પડે નહિ. શિયાળામાં પવન અને ઉનાળામાં ગરમી લાગે નહિ. ચોમાસાના દિવસોમાં કેટલાંક વાંદરાં પલળીને ધ્રૂજતાં ધ્રૂજતાં આવી પહોચ્યાં. તેમાંના એક વાંદરાને સુગરીએ ઝાડ નીચે...