my-home

સુગરી અને વાંદરા

By ysm_connect

સુગરી અને વાંદરાની વાર્તા

બાવળના ઝાડ પર સુગરી માળો બાંધી રહેતી હતી. માળો એવો કળાથી બાંધેલો કે ચોમાસામાં પાણીનું ટીપુંયે પડે નહિ. શિયાળામાં પવન અને ઉનાળામાં ગરમી લાગે નહિ.

ચોમાસાના દિવસોમાં કેટલાંક વાંદરાં પલળીને ધ્રૂજતાં ધ્રૂજતાં આવી પહોચ્યાં. તેમાંના એક વાંદરાને સુગરીએ ઝાડ નીચે ટાઢમાં ધ્રૂજતો જોયો, સાથે તેનાં બચ્ચાં પણ હતાં. તેમના દાંત પણ ટાઢથી કડકડતા હતા અને બીજાં વાંદરાં ઝાડ નીચે રમતાં હતાં.
વાંદરાંની આવી દશા જોઈ સુગરી બોલી, ‘ભાઈ, નાનાં પક્ષીઓ માળો બનાવે છે અને કેટલાંક પ્રાણીઓ ગુફામાં રહે છે. તારે તો હાથ છે. ઘર બનાવી તેમાં રહે.’ નાની સુગરીની શિખામણ સાંભળી વાંદરો હસવા લાગ્યો. હસતાં હસતાં કહે, “તને મારી કેમ ચિંતા છે?”

સુગરી કહે, ‘વાંદરાભાઈ, તમે ટાઢથી ધૂંજો છો ને તમારાં બચ્ચાં પણ ઠરે નહિ એટલે કહું છું.’ આ સાંભળી વાંદરાભાઈ વિચારમાં પડી ગયા. તેમણે મનોમન નક્કી કર્યું કે સુગરીની વાત સાચી છે, મારે પણ ઘર બનાવવું જોઈએ.

You may also like