konark sun temple | કોણાર્ક સૂર્ય મંદિર | ઑડિશા રાજ્ય | ઓરિસ્સા રાજ્ય | Heritage Place

કોણાર્ક સૂર્ય મંદિર

By EditorInChief

વિશ્વ ધરોહર સ્થળો માં મોખરે સ્થાન ધરાવતું સ્થળ કોણાર્ક સૂર્ય મંદિર ઑડિશા (ઓરિસ્સા) રાજ્ય ના પુરી જિલ્લા ના પુરી નામક શહેર માં સ્થિત છે. આને લાલ બલુઆ પત્થર તથા કાળા ગ્રેનાઇટ પત્થર થી ઈ.સ. ૧૨૩૬– ૧૨૬૪ માં ગંગ વંશના રાજા નૃસિંહદેવ દ્વારા બંધાવવામાં આવ્યું. આ મંદિર, ભારતના સૌથી પ્રસિદ્ધ સ્થળોમાં એક છે. આને યુનેસ્કો દ્વારા સન ૧૯૮૪માં વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરાયું છે. કલિંગ શૈલી માં નિર્મિત આ મંદિર સૂર્ય દેવના રથ ના રૂપ માં નિર્મિત છે. આને પત્થર પર ઉત્કૃષ્ટ નક્શી કરીને ખૂબ જ સુંદર બનાવાયા છે. સંપૂર્ણ મંદિર સ્થળને એક બાર જોડી ચક્રોવાળા, સાત ઘોડા થી ખેંચાતા સૂર્ય દેવ ના રથના રૂપમાં બનાવ્યા છે. મંદિર પોતાની કામુક મુદ્રાઓ વાળી શિલ્પાકૃતિઓ માટે પણ પ્રસિદ્ધ છે. આજે આનો ઘણો ભાગ ધ્વસ્ત થઈ ચુક્યો છે. આનું કારણ વાસ્તુ દોષ તથા મુસ્લિમ આક્રમણો કહેવાય છે.

મંદિરની સંરચના, જે સૂર્યના સાત ઘોડા દ્વારા દિવ્ય રથને ખેંચવા પર આધારિત છે, પરિલક્ષિત હોય છે. હવે આમાંથી એક જ ઘોડો બચ્યો છે. આ રથના પૈડાં, જે કોણાર્કની ઓળખ બની ગયા છે, ઘણાં ચિત્રોમાં દેખાય છે. મંદિરના આધાર ને સુંદરતા પ્રદાન કરતા આ બાર ચક્ર વર્ષના બાર મહિના ને પ્રતિબિંબિત કરે છે જ્યારે પ્રત્યેક ચક્ર આઠ આરાથી મળી ને બન્યો છે જે દિવસના આઠ પહોરને દર્શાવે છે.

મુખ્ય મંદિર ત્રણ મંડપોમાં બનેલ છે. આમાંથી બે મંડપ પડી ગયા છે. ત્રીજા મંડપમાં જ્યાં મૂર્તિ હતી ત્યાં અંગ્રેજોએ ભારતીય સ્વતંત્રતા પૂર્વ જ રેતી અને પત્થર ભરાવી બધાં દ્વારોને સ્થાયી રૂપે બંધ કરાવી દીધા હતાં, જેથી તે મંદિર વધુ ક્ષતિગ્રસ્ત ના થઈ શકે. આ મંદિરમાં સૂર્ય ભગવાનની ત્રણ પ્રતિમાઓ છે:

  • બાલ્યાવસ્થા-ઉદિત સૂર્ય- ૮ ફીટ
  • યુવાવસ્થા-મધ્યાહ્ન સૂર્ય- ૯.૫ ફીટ
  • પ્રૌઢાવસ્થા-અસ્ત સૂર્ય- ૩.૫ ફીટ

આ ઘણાં ઇતિહાસકારો નો મત છે, કે કોણાર્ક મંદિરના નિર્માણકર્તા, રાજા લાંગૂલ નૃસિંહદેવની અકાળ મૃત્યુને કારણે, મંદિરનું નિર્માણ કાર્ય ખટાઈમાં પડ્યું. આના પરિણામસ્વરૂપ, અધૂરો ઢાંચો ધ્વસ્ત થઈ ગયો. પણ આ મત ને ઐતિહાસિક આંકડાનું સમર્થન નથી મળતું . પુરીના મદલ પંજીના આંકડા અનુસાર, અને અમુક ૧૨૭૮ ઈ. ના તામ્રપત્રોથી ખબર પડે છે, કે રાજા લાંગૂલ નૃસિંહદેવએ ૧૨૮૨ સુધી શાસન કર્યું. ઘણાં ઇતિહાસકાર, એ મત ના પણ છે, કે કોણાર્ક મંદિર નું નિર્માણ ૧૨૫૩થી ૧૨૬૦ ઈ. ની વચ્ચે થયું હતું. અતઃ મંદિરના અપૂર્ણ નિર્માણનું કારણ તેનું ધ્વસ્ત થવું તર્કસંગત નથી.

1 Comment
  1. […] સૂર્ય મંદિર, કોણાર્ક […]

Leave a Comment

Your email address will not be published.

You may also like