ajanta caves - અજંતા ગુફાઓ

અજંતાની ગુફાઓ

By EditorInChief

વિશ્વ ધરોહર સ્થળો માં મોખરે સ્થાન ધરાવતું સ્થળ અજંતાની ગુફાઓ પથ્થરો વડે બનેલા ડુંગરોમાં કોતરકામ કરીને બનાવવામાં આવેલી સ્થાપત્ય ગુફાઓ છે. આ સ્થળ દ્વિતીય શતાબ્દી ઈ.પૂ.ના સમયમાં બની હોવાનું મનાય છે. અહીં બૌદ્ધ ધર્મથી સંબંધિત ચિત્રકામ તેમ જ શિલ્પકારીના ઉત્કૃષ્ટ નમૂનાઓ જોવા મળે છે. આની સાથે જ સજીવ ચિત્રણ પણ જોવા મળે છે. આ ગુફાઓ અજંતા નામક ગામની નજીક જ સ્થિત છે, જે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે. અજંતાની ગુફાઓ ઇ. સ. ૧૯૮૩ના વર્ષમાં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરવામાં આવેલી છે.

રાષ્ટ્રીય ભૂગોળ અનુસાર એવું પ્રતીત થાય છે, કે શતાબ્દિઓ સુધી અજંતા સમેત, લગભગ બધાં બૌદ્ધ તથા મંદિર, હિંદુ રાજાઓના શાસન અને આશ્રયને આધીન બનાવડાવાયા હોય એવું લાગે છે.

ગુફાઓ એક ગાઢ જંગલથી ઘેરાયેલ, અશ્વ નાળ આકારની ખીણમાં અજંતા ગામથી ૩.૫ કિ.મી. દૂર બનાવવામાં આવેલી છે. આ ગામ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ શહેરથી ૧૦૬ કિ.મી. દૂર વસેલું છે. અહીં કુલ ૨૯ ગુફાઓ છે, જે નદી દ્વારા નિર્મિત એક પ્રપાત ધોધની દક્ષિણમાં સ્થિત છે. આની નદીથી ઊંચાઈ ૩૫ થી ૧૧૦ ફીટ સુધીની છે.

જમીનને છોડીને ગુફાઓમાં બધી જગ્યાએ ચિત્રો જોવા મળે છે. માનવીય હસ્તક્ષેપ અને સમયની અસર નીચે ક્ષીણ થતાં ઘણાં ચિત્રોને નુકશાન થયું છે. ઘણા દિવાલ અને છત પરના ચિત્રોના પોપડા નીકળવા માંડ્યાં છે. જાતક કથા સંબધી ચિત્રો જે પિપાસુઓની સમજણ માટે મહત્ત્વપૂર્ણ છે, તેને દીવાલ પર દોરવામાં આવ્યાં છે. તેઓ ઉપદેશાત્મક છે. જેઓને બુદ્ધનો ઉપદેશ અને તેમના જીવનની વાતો સમાજ સુધી પહોંચાડવા માટે દોરવામાં આવ્યા છે. 

મહારાષ્ટ્રમાં ધરોહર સ્થળ માં સ્થાન પામેલ ઈલોરાની ગુફાઓ પણ છે.

1 Comment
  1. […] અજંતાની ગુફાઓ […]

Leave a Comment

Your email address will not be published.

You may also like