અષાઢી બીજ-ashadhi bij | ashadhi beej | જગન્નાથ મંદિર

અષાઢી બીજ

By ysm_connect

હિન્દૂ તારિખયા પ્રમાણે અષાઢ માસ ના શુક્લ પક્ષની બીજ એટલે અષાઢી બીજ. આ તહેવારને રથયાત્રા અથવા રથ તહેવાર પણ કહેવામાં આવે છે. આ તહેવારનું મુખ્ય કેન્દ્ર જગન્નાથ પુરી મંદિર છે, જગન્નાથ મંદિર ચાર હિન્દૂ તીર્થસ્થાનોમાંનું એક છે જે ચાર યાત્રાધામો તરીકે ઓળખાય છે, જે ઓડિશા રાજ્યમાં સ્થિત છે. ભગવાન જગન્નાથ ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ માનવામાં આવે છે અને વૈષ્ણવ ધર્મના અનુયાયીઓ દ્વારા પણ આદરણીય છે. જગન્નાથનો શાબ્દિક અર્થ બ્રહ્માંડનો ભગવાન છે. જેની અપેક્ષા કોઈના જીવનકાળ દરમિયાન થવાની છે. ભગવાન જગન્નાથની પૂજા તેમના ભાઈ બલભદ્ર અને તેમની બહેન દેવી સુભદ્રા સાથે કરવામાં આવે છે.

કહેવાય છે કે એક વાર ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાનની ૧૬૧૦૮ રાણીઓએ રોહિણી માતાને (બલરામની માતા) પુછ્યુ કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છે છતા કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનું નામ કેમ લે છે. ત્યારે રોહિણી માતા બોલયા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમા ન પ્રવેશે તો હું કહું. રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખ્યા અને કહ્યુ કે કોઇને અંદર પ્રવેશવા ન દેતા. પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી. સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયુ કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઉભા છે. કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા. તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી. ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયુ કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઇ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી. નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારુ આ રૂપ જગતને બતાવો. તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ ત્રેતાયુગમાં જગતને બતાવવાનુ વચન આપ્યુ.

ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા છે, આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. દરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે.

જગન્નાથ (કૃષ્ણ), સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ છે પણ વર્ષમાં એક વખત, અષાઢી બીજના દિવસે, ત્રણે મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી બડા ડન્ડા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે ત્રણ કિ.મી. દૂર સ્થિત ગુંડિચા મંદિરે લવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે. આ રથ ખુબ જ મોટાં પૈડાંવાળા, સંપૂર્ણ કાષ્ટનાં બનેલા હોય છે. જે દર વર્ષે નવા બનાવાય છે અને તેને ભાવિકજનો દ્વારા ખેંચીને લઈ જવાય છે. જગન્નાથજીનો રથ આશરે ૪૫ ફિટ ઊંચો અને ૩૫ ફીટનો ચોરસ ઘેરાવો ધરાવતો હોય છે જેને બનાવતા બે માસ જેટલો સમય લાગે છે.

મૂર્તિઓને જગન્નાથ મંદિરેથી રથમાં ગુંડિચા મંદિરે લઈ જવાય છે. જ્યાં તે નવ દિવસ સુધી રહે છે. તે પછી, મૂર્તિઓ ફરી રથ પર બિરાજીને શ્રી મંદિરે પધારે છે એને “બહુડા યાત્રા” કહે છે. આ પરત વેળાની યાત્રામાં ત્રણે રથ મૌસીમાં મંદિરે વિરામ લે છે અને ત્યાં ભાવિકો “પોડા પીઠા”નો પ્રસાદ લે છે.

જગન્નાથની નગરયાત્રા જે રથમાં નીકળે છે તેનુ નામ નંદીઘોષ છે. કહેવાય છે કે આ રથ ઈન્દ્ર દ્વારા આપવામાં આવેલ છે, આ રથને સંપૂર્ણ રૂપે પીળા રંગથી શણગારવામાં આવે છે. ભાઈ બળભદ્રને મળેલ રથ તાલવનના દેવતાઓએ આપેલ હોવાથી તેનુ નામ તાલ ધ્વજ છે અને સુભદ્રાના રથનુ નામ પદ્માધ્વજ છે. રથયાત્રા દરમિયાન દોરડાઓ દ્વારા રથને ખેંચવાના કાર્યને એક અત્યંત ધાર્મિક કાર્ય માનવામાં આવે છે, આ માન્યતા જ વિશ્વભરના લાખો પ્રવાસીઓને રથયાત્રા દરમિયાન આકર્ષે છે.

અષાઢી બીજ એટલે કચ્છનું નવું વર્ષ. નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કચ્છની પહેલી રાજધાની લાખિયારવીરાને ખાસ શણગારવામાં આવ્યું હતું. કચ્છભરમાં નવ વર્ષના વધામણા કરવામાં આવે છે. અષાઢી બીજના દિવસે જ કેમ કચ્છનું નવું વર્ષ શરૂ થાય છે, તેનો ઇતિહાસ પણ રસપ્રદ છે, ૧૬૦૫ માં કચ્છના પ્રથમ મહારાવે તેની સ્થાપના કરી હતી. કચ્છના રાજા જામ લાખો ફૂલાણી રાજ્યની સીમા નક્કી કરવા અને છેડો શોધવા માટે નીકળ્યા હતા, પરંતુ તેમને સફળતા મળી નહીં. એ સમયે અષાઢ મહિનો શરૂ થયો હતો અને વરસાદ પણ વધુ પડવાથી ચારે કોર હરિયાળી ફેલાયેલી હતી. જે જોઇને રાજા પ્રસન્ન થયા અને અષાઢી બીજના દિવસને કચ્છનું નવું વર્ષ તરીકે ઉજવવાનું ફરમાન કર્યું હતું. ત્યારથી કચ્છમાં આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. આશરે ૮૬૦ વર્ષથી કચ્‍છી માડુંઓ અષાઢી બીજના દિનને નવા વર્ષ તરીકે ધામધૂમથી ઉજવતા આવ્‍યા છે. ખેડુતો પોતાના ખેતીના સાધનોની પુજા કરે છે. ઘરની બહાર દીવા અને રોશની કરી, ભગવાનને તથા વડીલોને પગે લાગી મીઠાઇઓ એક બીજાને ખવડાવી સર્વેને નવા વર્ષની શુભેચ્‍છા આપે છે.

ભગવાન શ્રીકૃષ્ણ, બલારામ અને સુભદ્રાની પ્રતિમાઓ સાથે દર વર્ષે ત્રણ વિશાળ રથમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે, જનકપુરથી જગન્નાથ પુરીના મંદિરે ભક્તો દ્વારા વિશાળ રથ ખેંચાય છે. દર 12 વર્ષે મૂર્તિઓ બદલવામાં આવે છે – નવી મૂર્તિઓ પણ અધૂરી રહે છે.

ભક્તો ને મળવાનો અલગ છે મિજાજ,
મળવા આવ્યો છે આજ મારો જગન્નાથ.

જાણવા જેવું

  • જગનાથ પુરીમાં દર વર્ષે ભગવાનનાં ત્રણે રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે.
  • આ રથોની ઉંચાઇ લગભગ ૪૫ ફુટ (૪-૫ માળ) જેટલી હોય છે.
  • પુરીનાં જગન્નાથ મંદિરમાં ભારતીય હિંદુ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી.
  • રથયાત્રાને દિવસે નાત જાતનાં ભેદ ભાવ વગર હર કોઇ દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે.
  • અમદાવાદની રથયાત્રામાં દર વર્ષે ફણગાવેલાં મગ, કાકડી, કેરી અને જાંબુનો હજારો (૩૦,૦૦૦-૪૦,૦૦૦) કીલો પ્રસાદ વહેંચવામાં આવે છે.
  • પુરીની રથયાત્રામાં જગન્નાથનાં રથનું નામ નંદીઘોષ છે.
  • અંગ્રેજી ભાષામાં, અતિશક્તિશાળી જેને રોકી ન શકાય તેવું, રસ્તામાં આવનાર તમામ અવરોધોને કચડી કાઢનાર, વગેરે અર્થમાં વપરાતો શબ્દ ‘જગરનોટ’ (Juggernaut), જગન્નાથપુરીની રથયાત્રા પરથી લેવામાં આવેલ છે.

Leave a Comment

Your email address will not be published.

You may also like