National Safe Motherhood Day | રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ | NSMD

રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ

By ysm_connect

માતા જે શુન્ય માંથી સર્જન કરનારી, આ દુનિયામાં આપણને લાવી પાલનહારી છે. જેનો સિંહફાળો આપણા સહુના જીવનમાં અમૂલ્ય છે, પણ એ જ માતાની સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની વાત આવે ત્યારે આપણે લોકો બહુજ પાછળ રહીએ છીએ.

આપણા દેશમાં એવી અનેક સ્ત્રીઓ છે જેઓ બાળકનો જન્મ આપતી વખતે મૃત્યુ પામી હતી અને તેમને ગર્ભાવસ્થા દરમિયાન અને તે પછી પણ પોષણ, યોગ્ય સાર સંભાળ મળતી ન હતી. લોકો મહિલાઓની આરોગ્ય સંભાળ સુવિધાઓ વિશે અજાગૃત હતા અને આજે પણ છે.

મહિલાઓને યોગ્ય આરોગ્ય સંભાળ અને પ્રસૂતિ સુવિધાઓ વિશે જાગૃતિ લાવવા રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ (NSMD – National Safe Motherhood Day)ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ૧૧ એપ્રિલ ના રોજ કસ્તુરબા ગાંધીની જન્મ વર્ષગાંઠ નિમિતે ઉજવવામાં આવે છે, તેથી આ દિવસને રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે, અને તેની પ્રથમ વખત વર્ષ ૨૦૦૩માં ઉજવણી કરવામાં આવેલ.

ભારત આખા વિશ્વનો પ્રથમ દેશ છે જેમણે એનએસએમડીની સત્તાવાર જાહેરાત કરી છે. ત્યારથી, દર વર્ષે સ્ત્રીઓ અને બાળકોની પ્રગતિ માટે ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. ગર્ભાવસ્થા અને બાળજન્મ દરમ્યાન, સલામત અને સ્વસ્થ રહેવાની જરૂરી સંભાળ તમામ મહિલાઓને મળે તે સુનિશ્ચિત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આ દિવસ વ્હાઇટ રિબન એલાયન્સ ઈન્ડિયાની શરૂઆત ૧૯૯૯માં કરવામાં આવી હતી. જ્યારે સેન્ટર ફોર કેટાલીઝિંગ ચેન્જ(C3) ભારતમાં સલામત માતાની રક્ષા માટે વ્યક્તિઓ અને સંગઠનોના એક જૂથને સાથે બનાવવામાં આવ્યું હતું. જેઓ દર વર્ષે અલગ અલગ થીમ બહાર પાડે છે. જેમકે ૨૦૧૮માં ‘આદરણીય પ્રસૂતિ સંભાળ’, ૨૦૧૯માં ‘માતાઓ માટે મિડવાઇવ્સ’. આ લોકો મહિલાઓને સગર્ભાવસ્થા, બાળજન્મ અને જન્મ પછીની સેવાઓ દરમ્યાન વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો પૂરા પાડવાના કામો કરે છે. તેઓ દેશભરમાં અનેક પ્રવૃત્તિઓ કરે છે, જાગરૂકતા લાવે છે અને સંપૂર્ણ પાયે અભિયાનોનું આયોજન કરે છે. આ ઝુંબેશનો ધ્યેય એ છે કે દરેક સ્ત્રીને રહેવાનો અધિકાર છે અને તે ગર્ભાવસ્થા અને બાળ જન્મ દરમિયાન જીવી શકે.

હકીકતમાં ભારતમાં માતૃ મૃત્યુ દર ઘટાડવા સરકાર પણ પ્રયત્નો કરી રહી છે પરંતુ તેઓ એ હકીકતની અવગણના કરી શકયા નથી કે મહિલા આરોગ્ય સંભાળ માટે પગલાં લેવાનું આપણી પણ ફરજ છે અને જો તેઓને શિક્ષિત કરવાની જરૂર હોય તો એ પણ. ભારત સરકાર અને યુનિસેફ સલામત માતૃત્વ પ્રથાને પ્રોત્સાહન આપવા માટે સક્રિય રીતે જોડાયેલા છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) અનુસાર માતૃત્વ મૃત્યુ વિશેના તથ્યો:

  • ગર્ભાવસ્થા અને બાળજન્મ સંબંધિત રોકેલા કારણોથી દરરોજ આશરે ૮૩૦ સ્ત્રીઓ મૃત્યુ પામે છે.
  • વિકાસશીલ દેશોમાં ૯૯% માતૃ મૃત્યુ થાય છે.
  • ગ્રામીણ વિસ્તારોમાં અને ગરીબ સમુદાયોમાં માતાની મૃત્યુ દર વધારે છે.
  • વિશ્વભરમાં માતા અને મૃત્યુ દરમાં ૧૯૯૦ અને ૨૦૧૫ ની વચ્ચે લગભગ ૪૪ ટકાનો ઘટાડો થયો છે,એ સારી વાત છે.

૨૦૩૦ સુધી ટકાઉ વિકાસ લક્ષ્યોના ભાગ રૂપે, WHO નું લક્ષ્ય વૈશ્વિક માતાના મૃત્યુ દરને ૧,૦૦,૦૦૦ જીવંત જન્મો દીઠ ૭૦ કરતા પણ ઓછું કરવાનું છે.

૨૦૧૧ ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં માતાની મૃત્યુ દરની રાષ્ટ્રીય સરેરાશમાં ૧% ટકાનો ઘટાડો થયો છે. સરકાર હવે નજીકના ભવિષ્યમાં માતૃ મૃત્યુ દર ઘટાડવાનું સહસ્ત્રાબ્દી વિકાસ લક્ષ્ય હાંસલ કરવા માંગે છે.

સંદર્ભ
  • WHO
  • ERAI
  • Centre for Catalyzing Change
  • Leave a Comment

    Your email address will not be published.

    You may also like