અખાના છપ્પા | akhani-chhappa | akho_kalavad.com

અખાના છપ્પા

By ysm_connect

ગુજરાતીનાં ત્રણ મોટા સાહિત્યકારોમાં અખાની ગણના થાય છે. આજે પણ અમદાવાદની ખાડિયાની દેસાઇ પોળનું એક મકાન “અખાના ઓરડા” તરીકે ઓળખાય છે,જે આપણને ગુજરાતનાં આ બહુ શરૂઆતનાં સાહિત્યકારો માંનાં એકની યાદ અપાવે છે. જયારે અખાને યાદ કરીએ ત્યારે “અખાના છપ્પા” યાદ આવે છે.

જીવનના શરૂઆતના ગાળામાં તે સોની હતો. પછીથી પોનાની ધર્મની બહેનથી વિશ્વાસઘાત થતાં તેનો સમાજ પરથી વિશ્વાસ ઉડી ગયો. તેણે એક ગુરૂનું શરણ લીધું.પણ જ્યારે અખાને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે, ત્યારે તેને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધીજ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે.

આ સાથે તેણે છપ્પા લખવાનું ચાલુ કર્યું. અખાના છપ્પામાં સમાજમાં રહેલ આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે. છપ્પાઓમાં અખો તે સમયે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને પોતાની ચાબખા જેવી વાણીના સપાટામાં લેતો જોવા મળે છે.
અખાએ કુલ ૭૪૬ છપ્પા લખેલ છે. જે ૪૪ અંગમાં વહેંચી શકાય.

વેષનિંદા અંગજ્ઞાનદગ્ધ અંગસ્વાતીત અંગકૃપા અંગ
આભડછેટનિંદા અંગદશવિધજ્ઞાની અંગચેતના અંગજીવ ઇશ્વર અંગ
શ્થુળદોષ અંગવિભ્રમ અંગધીરજ અંગઆત્મલક્ષ અંગ
પ્રપંચ અંગકુટફળ અંગભક્તિ અંગવેષવિચાર અંગ
સુક્ષ્મદોષ અંગગુરુ અંગસંત અંગજીવ અંગ
ચાનક અંગસહજ અંગમાયા અંગવેદ અંગ
ભાષા અંગકવિ અંગસૂઝ અંગઅજ્ઞાન અંગ
ખળજ્ઞાની અંગવૈરાગ્ય અંગમહાલક્ષ અંગમુક્તિ અંગ
જડભક્તિ અંગવિચાર અંગસ્વભાવ અંગઆત્મા અંગ
સગુણભક્તિ અંગક્ષમા અંગજ્ઞાની અંગપ્રાપ્તિ અંગ
દંભભક્તિ અંગતીર્થ અંગવિશ્વરૂપ અંગપ્રતીતિ અંગ

 

Leave a Comment

Your email address will not be published.

You may also like