સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ- saunu kro kalyan

સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ

By EditorInChief

સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ!
સૌનું કરો કલ્યાણ.

નરનારી પશુપંખીની સાથે,
જીવજંતુનું તમામ… દયાળુ પ્રભુ

જગના વાસીઓ સૌ સુખ ભોગવે,
આનંદ આઠે જામ… દયાળુ પ્રભુ

દુનિયામાં દર્દ-દુકાળ પડે નહિ,
લડે નહિ કોઇ ગામ… દયાળુ પ્રભુ

સર્વ જગે સુખાકારી વધે ને,
વળી વધે ધનધાન્ય… દયાળુ પ્રભુ

કોઇ કોઇનું બૂરું ન ઇચ્છે,
સૌનું ઇચ્છે સૌ સમાન… દયાળુ પ્રભુ

પોતપોતાના ધર્મ પ્રમાણે,
સર્વ ભજે ભગવાન… દયાળુ પ્રભુ

 

Leave a Comment

Your email address will not be published.

You may also like