આંસુ એથી જ દદડી પડે અવનવાં,
હા, મથું છું ભીતર સ્મિત કંડારવા.
એ ગયાં છે − છતાં યે હજી અહીં જ છે,
કોક તો આવે આ એને સમજાવવા !
યાદ ભાગ્યે જ આવે હવે આમ તો,
છે કપાળે લખ્યાં તો ય પણ, ભૂલવાં.
એને બનતાં સુધી ભૂલવામાં છીએ,
ક્યાંક ખુદ નહીં આવે ને રોકવા ?
આંગણામાં ફૂલોને ઊગાડો દિલીપ,
આવશે નહીં બીજું કોઈ મહેકાવવા આંસુ.