ભીમ અગિયારસ | Bheem-agiyaras | chhota bhim

ભીમ અગિયારસ

By ysm_connect

ચાલો જાણીએ ભીમ અગિયારસ વિશે

જેઠ મહિનાની શુક્લ પક્ષની અગિયારસને ભીમ અગિયારસ કહેવામાં આવે છે. આ અગીયારસને નિર્જળા એકાદશી પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે ઘણા લોકો ખોરાકની સાથે જળનો પણ ત્યાગ કરે છે. આ દિવસ ને પાંડવા એકાદશી કહેવામાં પણ આવે છે કારણ કે પાંડવ પુત્ર ભીમ એ આ વ્રત કરેલ.

વર્ષની ચોવીસ અગિયારસ માંથી આ અગિયારસ ને શુભ અને સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્‍ણુની પૂજા અર્ચન કરે છે અને નિવેધમાં કેરીનો પ્રસાદ અર્પણ કરે છે ધ્યાન ધરે છે, દ્વાદશ અક્ષર મંત્ર “ૐ નમો ભગવતે વાસુદેવાય” નો જાપ કરવામાં આવે છે. આ દિવસે માનેલ માનતા પરિપૂર્ણ થાય છે. અન્ન, કપડા, ગાય, પાણી, પલંગ, સુંદર મુદ્રા, કમંડલ અને છત્રીનું દાન કરવું જોઈએ.

મહાભારતના પાંચ પાંડવમાંથી ભીમએ સર્વ પ્રથમ આ એકાદશીનું વ્રત કરેલું એમ માનવામાં આવે છે. ભીમ ક્યારેય જમ્યા વિના ના રહી સકતા પણ આ દિવસે ભીમ નદીએ સ્‍નાન કરતા ભગવાન વિષ્‍ણુની આરાધના કરવામાં એવા તો તલ્લીન થઇ ગયા આહાર કે પાણી નું ભાન ન રહીયુ.

એવું પણ માનવામાં આવે છે કે વેદ વ્યાસજી એ ભીમ ને કહેલ ઉપવાસ વિના સ્વગઁની પ્રાપ્તિ નહિ થાય મૃત્યુ બાદ તું નર્કમાં જઈશ. ત્યારે ભીમસેને કહ્યું, હું તમને સત્ય કહું છું. હું એકવાર ભોજન કરીને પણ ઉપવાસ કરી શકતો નથી, પછી હું ઉપવાસ કરીને કેવી રીતે જીવી શકું. વૃિકા નામની અગ્નિ હંમેશાં મારા પેટમાં સળગી રહે છે, તેથી જ્યારે હું વધારે પ્રમાણમાં ખાઉં છું, તો તે શાંત થાય છે. ત્યારે વેદ વ્યાસજી એ કહેલ માત્ર એક એકાદશી ન તું અન્ન-જળ નો ત્યાગ કરી વ્રત કરે. આ દિવસે વ્રત કરીને પ્રસન્ન કરેલ આથી ભગવાન વિષ્ણુનું એ પ્રસ્સન્ન થઈ ની કહ્યું તારી માફક જે કોઈ પણ સ્ત્રી પુરુષ આ એકાદશી ના વ્રત કરશે તેને માનો વાંછિત ફળ આપીશ મૃત્યુ બાદ સ્વર્ગની પ્રાપ્તિ થશે.

ગુજરાત માં અગિયારસ ને સૌથી વિશેષ માનવામાં આવે છે, આથી લોકો વ્રત ઉપવાસ કરે છે.

આપ સૌ ને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ.

Leave a Comment

Your email address will not be published.

You may also like